1⃣ GST - ૧ જૂલાઇ,૨૦૧૭ ના રોજ દેશભરમાં લાગું કરવામાં આવ્યું.
2⃣ યુનેસ્કોનું મુખ્યમથક પૅરિસ , ફ્રાન્સ ખાતે આવેલું છે.
3⃣ ગરૂડેશ્વર તાલુકો નર્મદા જિલ્લામાં આવેલ છે.
4⃣ રશિયાની રાજધાની : મૉસ્કો
5⃣ અમેરિકાના રાષ્ટ્રપતિ : ડૉનાલ્ડ ટ્રમ્પ ( ૪૫ માં )
👉 આજે આપણે દેશમાં સર્વાધિક હૅરિટેજ સ્થળો ધરાવવાનું બહુમાન ધરાવતા મહારાષ્ટ્ર રાજ્ય વિશે માહિતી મેળવીશું.
❇ મહારાષ્ટ્ર :
💠 મુંબઈ :મહારાષ્ટ્રની રાજધાની,
દેશની આર્થિક રાજધાની તેમજ બંદર છે.
🔘 જોવાલાયક સ્થળો :
☑ ગેટ વે ઑફ ઇન્ડિયા
☑ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ
☑ સિદ્ધિવિનાયક મંદિર
☑ મહાલક્ષ્મી મંદિર
☑ મુમ્બાદેવી મંદિર
☑ દરગાહ, કિલ્લા, સ્મારકો,
અને ગગનચુંબી ભવનો
☑ છત્રપતિ શિવાજી ટર્મિનસ
☑ એસ્સેલ વર્લ્ડ
☑ જહાંગીર આર્ટ ગૅલેરી
☑ મરીન ડ્રાઈવ
☑ હૅગિન્ગ ગાર્ડન, વિક્ટોરિયા
ગાર્ડન
☑ નેહરુ તારા મંદિર
☑ પારસી દખમું
💠 પુણે : મહારાષ્ટ્રનું બીજું સૌથી મોટું નગર છે.
🔘 જોવાલાયક સ્થળો :
☑ ઓશો કોમ્યૂન
☑ શનિવાર પેઠ
☑ રાજા કેલકર સંગ્રહાલય
અને આદિવાસી સંગ્રહાલય
☑ ગાંધી સ્મારક (આગાખાન-
મહેલ)
☑ વનસ્પતિ ઉદ્યાન
☑ ગણેશ મંદિર, આઠમી સદીનું
પાતાલેશ્વર મંદિર
☑ પૂણે યુનિવર્સિટી
💠 નાશિક : ગોદાવરી નદીના કાંઠે આવેલું સહ્યાદ્રિમાં વસેલું પ્રાચીન તીર્થ છે. જે " પશ્ર્ચિમના કાશી " તરીકે ઓળખાય છે. આ કુંભ મેળાનું સ્થળ છે. અહીં ચલણી નોટોનો સરકારી પ્રિન્ટિંગ પ્રેસ આવેલો છે.
💠 નાગપુર : મહારાષ્ટ્રનું બીજા નંબરનું વેપારી કેન્દ્ર છે. આ શહેર સંતરા માટે પ્રખ્યાત છે.
💠 અજંતા : અજંતા પર્વતમાળા માં આવેલા ગુફા મંદિરોમાં પ્રાચીન થી મધ્યકાલીન સમયગાળાના સુંદર સ્થાપત્યો છે. આ ગુફાઓની ભીંતો પર ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે. પદ્મપાણિ,અવલોકિતેશ્વર, રાહુલ અને માતા યશોધરાનાં વિખ્યાત ચિત્રો આ ગુફાઓમાં છે.
💠 ઍલિફન્ટા : મુંબઈ સામે બેટ પર આવેલું ગુફા મંદિર છે. અહીંનું પ્રખ્યાત ત્રિમૂર્તિ મંદિર તથા પ્રાચીન શિલ્પો જોવાલાયક છે.
💠 વેરૂળ (ઈલોરા) : દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક ઘૃષ્ણેશ્વર મંદિર અહીં આવેલું છે. પાસે વિરાટ, અદ્ભૂત કૈલાશ મંદિર એક જ શિલામાંથી ઉપરથી નીચેની દિશામાં કોતરીને નિર્માણ કરેલું છે.
હિન્દુ, બૌદ્ધ તથા જૈન સ્થાપત્યો એકસાથે છે. શિલ્પ અને સ્થાપત્ય- કલાની દ્રષ્ટિએ અનુપમ છે.
💠 ઔરંગાબાદ :
🔘 જોવાલાયક સ્થળો :
☑ દોલતાબાદનો પ્રાચીન કિલ્લો
☑ ઔરંગઝેબની કબર
☑ બીબી કા મકબરા
☑ પવનચક્કી
💠 આળંદી : સંત જ્ઞાનેશ્વરનું સમાધિસ્થળ છે.
💠 કોલ્હાપુર : ગોળ અને પગરખાં માટે જાણીતું છે.
💠 ખડકવાસલા : નૅશનલ ડિફેન્સ
ઍકેડેમી આવેલી છે.
💠 ખંડાલા : હવા ખાવાનું સ્થળ
છે.
💠 ટ્રોમ્બે : અણુવિજ્ઞાનનું સંશોધન
કેન્દ્ર, ભારતનું પ્રથમ ભાભા અણુ- રિઍક્ટર અહીં આવેલું છે.
💠 પરલી : ભીરમંડળમાં વૈદ્યનાથ
જ્યોતિર્લિંગનું ધામ છે.
💠 પવનાર : વર્ધા પાસે વિનોબા-
જીનો આશ્રમ છે.
💠 પંઢરપુર : વિઠોબાનું મંદિર અને
વારકરી સંપ્રદાયનું તીર્થધામ છે.
💠 પિમ્પ્રી : પેનિસિલિનની ફૅક્ટરી
આવેલી છે.
💠 ભીમાશંકર : ભીમા નદીના કિનારે ખીણમાં આવેલું બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક છે.
💠 મહાબળેશ્વર : પશ્ર્ચિમઘાટનું લોકપ્રિય ગિરિનગર છે. અહીં સનરાઇઝ પૉઇન્ટથી સૂર્યોદય દર્શન મનોહર લાગે છે. અહીં સપ્તનદી- મુખ છે. વન્ય નીપજો પર નભતું હસ્તકલા ઘાટ છે.
💠 માથેરાન : હવા ખાવાનું સ્થળ છે.
🔘 જોવાલાયક સ્થળો :
☑ ટૉય ટ્રેન
☑ વન-ટ્રી હિલ
☑ પૅનોરમા પૉઈન્ટ, ઇકો પૉઈન્ટ,
હનીમૂન પૉઈન્ટ, ચૌક પૉઈન્ટ,
લુઇઝા પૉઈન્ટ, ગાર્બટ પૉઈન્ટ
💠 શિરડી : સાંઈબાબાનું સુપ્રસિદ્ધ મંદિર છે.
💠 સેવાગ્રામ : વર્ધા પાસે આવેલું રાષ્ટ્રીય તીર્થ છે. પહેલા અહીં શેવાંગ નામનું પછાત ગામ હતું.
ગાંધીજીએ અહીં સામાન્ય જનસમાજ સાથે આત્મીયતા સાધવા આશ્રમ સ્થાપી વિવિધ પ્રવૃતિઓની શરૂઆત કરી હતી અને ગામનું નામ " સેવાગ્રામ" રાખ્યું હતું.
... આપનો આભાર 🙏...
nice
ReplyDelete